લાગણી
પુસ્તકમાં વાચ્યું,
અને...
વડીલોનાં મુખે પણ સાંભળ્યું,
કે...
કડવું તો માં જ પીવડાવે,
બસ...
માં મંડી પડી કડવું પીવડાવવા દીકરીને.
પણ...
આ... તો‚
એકવીસમી સદી...
દીકરાને ગમે ‘એફ’
ફાસ્ટ ફૂડ, ફેશન ફંડા...
શ
રૂ...
મા અને દીકરા વચ્ચે ઘર્ષણ!
મા પણ ભૂલી ગઈ‚
ભઈ!
આ તો એકવીસમી સદી!
ફોર્માંલિટીની સદી!
આ સદી!
મા નામની વ્યક્તિને ન સદી.
સહારો લેવો પડ્યો સાઈકિયાટ્રિસ્ટનો‚
સમય આવ્યો મનોમંથનનો.
વે
ઘ
પ્ર
શ્ન
લાગે છે બંનેમાં છે સ્કીલ‚
તો મા અને દીકરાનાં સંબંધ કેમ આમ?
હૃદયે‚
તો આખરે મા જ ને!
છેવટે...
મા પણ બેસી ગઈ
એકવીસમી સદીનાં ઢાંચામાં‚
ફોર્માલીટીનાં યુગમાં.
મા અને દીકરા બંને ખુશખુશાલ‚
સંબંધનો તયો ગુલાબ‚
જાણે‚ મોસમમાં થયો હર્ષોલ્લાસ.
પણ...
પેલો વેધક પ્રશ્ન!?
શરૂ થયો સિલસિલો
આત્મવિશ્લેષણનો
શું...
આ એકવીસમી સદીમાં
મા ને મા બનતાં ન આવડ્યું ???
#Kavyotsav