સંબંધ
મારા તે જીવતરની લીલીછમ ડાળખી પર
પંખી બેઠુંને ખર્યુ પાન...
લાગણીના પૂર કઈ ધસમસતા એવાં આવ્યાં‚
ડૂબ્યું હૃદયનું જહાજ.
બાંધીને પ્રીતડી જોયું કે જગમાં
સંબંધોની નીતિ છે આજ.
અમને તો પાનખર ભાવી‚ ને નાં જામ્યું
વસંતે આ ભમરાનું ગાન.
આસુંનાં ફોરાંની ભીનાશે સિંચી; પણ
મારી આ ડાળખી સુકાઈ.
સંબંધો બંધાયા; બંધાયા બંધન કંઈ
પુષ્પોની પાંદડી બિડાઈ.
બંધનની બેડીઓ તૂટતાં ફરી થાશે
પાંદડાનો લીલોછમ વાન.
#Kavyotsav