લાગણી
જીવન ક્રીંડાગણમાં
મેં એમને કહ્યું –
ચાલોને‚ રમીએ રમત
એમણે પૂછ્યું –
કઈ રમવી છે રમત?
મેં ઉત્તર આપ્યો –
લાગણી-લાગણી !!!
ને,
હાથમાં હાથ ઝાલી અમે
શ્રી ગણેશ કર્યા જીવનપ્રયાગે.
એક – મેકનાં સંગાથે
રમતાં લાગણી-લાગણી.
સુવાસીત, સુમધુર,સુવાસીત‚ સુમધુર‚
શુભફળદાયી
જીવનપથ પર
ભલે આવ્યાં-
વાવાઝોડા‚ ઝંઝાવાત‚ સુનામી
એમણે‚
માવજત કરી મારી થઈ
જીવનપ્રવાસી.
રમતાં લાગણી- લાગણી
એક-મેકનાં સંગાથે
નીકળી પડ્યાં અરણ્યે‚
ચાલતાં રહ્યા ગાઢ ધુમ્મસે‚
પહોંચ્યા શીખરસ્થે‚
જ્યાં હતી એક નાનકડી કુટીર
જેનું નામ - ‘ઘર’.
એક-મેકનાં સંગાથે‚
એકબીજા માટે‚
આપતાં રહ્યા-
ત્યાગ,ત્યાગ‚ બલિદાનની આહુતિ
આનંદયાગે આહુતિ બની પ્રકૃતિ.
રમતાં લાગણી- લાગણી.
એક-મેકનાં સંગાથે
લાગણીયાગે પક્વ થયા જીવન
પ્રવાસે
ને‚
વિહર્યા ઊર્મિનાં આકાશે.
#Kavyotsav