પ્રેમ
બંસી સુણી સૂનાં વનડામાં‚
ડોલી ઉઠ્યું મનડું વગડામાં.
આવી છું હું તારી પાસે‚
મુરલીમાં ભળવાની આશે;
પણ શરમાઉ ઘૂમટામાં.
૦ બંસી સુણી
ઝાંઝરની ઝંકાર પુકાર‚
હૈયુ રીઝે સ્મરણ સહારે;
કાજળનું કામણ અખિયામાં.
૦ બંસી સુણી

Gujarati Shayri by Heena Modi : 111032406

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now