સંબંધ
મારા ઘરે
ઓટલે એક હીંચકો‚
જાણે કે મા નો ખોળો.
એના ખોળે બેસી
અનેકવિધ લાગણીઓની વાત કરતી જાઉં‚
મારે મન આકાશની છાયા
જાણે કે‚ પિતાની માયા.
ક્યારેક હસું...
ક્યારેક રડું...
પેટ છૂટી બધી વાતો કરું...
વાદળો સાથે ગોષ્ઠી કરતી જાઉં‚
તારાઓ સાથે સ્વજન મળ્યાનો આનંદ લેતી જાઉં.
આજે
હિંચકો તૂટી ગયો‚
‘મા નો ખોળો’ ફરી છીનવાઈ ગયો!
સંકેલાઈ ગયાં એક સામટાં મારા બધાં જ સંબંધો!
અને‚
હું ફરીથી થઈ સાવ અનાથ !