#kavyotsav


ઈચ્છા થઇ વાત દિલની કહેવાની, હૈયાને પાછું વાળી લીધું,
કઈ નહિ બસ અમસ્તા જ બોલ્યો, બહાનું અનોખું કાઢી લીધું.

છેતરી લીધી આજે જાત મારી, મેં પણ કોઈ કારણ વગર,
સલામત રાખી ને હાસ્ય તારું, મારા હૃદિયાને બાળી દીધું.

ડુબાળવા ગળાડૂબ પ્રેમે તને, આજે હૈયું મારુ છલકાયું હતું
આવી કિનારે દિલના તારા, વહાણ લાગણીનું ખાળી દીધું.

તું પણ સાવ નિર્દોષ ભાવે, સામે મારી ! ટગર ટગર તાકી રહી,
મેં પણ નયન તારા નીરખી, મુજ હૈયાને તુજ માં ઢાળી દીધું

શબ્દો તો અમસ્તા જ આવી જતા હતા 'શ્યામ' અધરે તારા
દસ્તુર હતો આજ દિલ ખોલી બોલવાનો, તે મૌન પાળી દીધું.

#નીરવ_પટેલ ' #શ્યામ '

Gujarati Shayri by Nirav Patel SHYAM : 111032379
Simran Jatin Patel 8 year ago

શબ્દો ભલે અમસ્તા અમસ્તા..... આવતા હશે અધરે.... દિલ તો ઢળે ત્યાં જ ખુલે... સમજો તો મૌન પણ પ્રેમભરી એક લાગણી જ છે.....

Simran Jatin Patel 8 year ago

શબ્દો ભલે અમસ્તા અમસ્તા..... આવતા હશે અધરે.... દિલ તો ઢળે ત્યાં જ ખુલે... સમજો તો મૌન પણ પ્રેમભરી એક લાગણી જ છે.....

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now