#kavyotsav
ચાલ હવે ભૂલી જઇયે દિલમાં દુખતી એ વાત
થશે પ્રભાત એક નવું, વીતી જાશે જ્યારે રાત
પડી ગઈ ટેવ મને, કાયમ પાસે તારી રહેવાની
એકલતામાં હરદમ હરપળ જંખું તારો સાથ
તારા વિના આ દુનિયા સુની લાગે મને પણ,
જો તું હોય પાસે, તો નહિ રહે કોઈ ફરિયાદ
જાતભાતની આ દુનિયામાં, સંબંધ રહ્યા વિસરાઈ
પણ તને કોઈ ભુલવી શકે નથી કોઈની એ વિસાત
ઢળતું લાગે જ્યાં તને હવે, ટેક મૂકીને ચાલ્યા કરશું
જીવનભર આપડે તો હવે જોઈશું, એકમેકનો સંગાથ
નીરવ પટેલ 'શ્યામ'