#kavyotsav
બની રહ્યા છે શબ્દો મારા હવે સૂફીયાના
ખયાલ બાકી રહ્યો ના દિલમાં ઈશ્કયાના
બોલાવી લો ફરિશ્તાઓને આસમાને જઈ
પુરા થઈ રહ્યા અભરખા હવે આ હૃદિયાના
મંઝિલ સુધી પહોંચતા રસ્તો જ ભૂલી ગયો
શોધી રહ્યુ છે આ દિલ, આરામે શામિયાના
કિંમત પ્રેમની સમજે છે ક્યાં હવે રાહદારીઓ
લાગણીને વાગોળી શકે એવા ના રહ્યા જમાના
નથી જાઉં એ રસ્તે જ્યાં દિલ તૂટી ગયા 'શ્યામ'
રોકી રાખ તું અરમાન દિલના તારા આશિકાના
નીરવ પટેલ 'શ્યામ'