Gujarati Quote in Story by Nirav Patel SHYAM

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#kavyotsav


#એક_ગીત .....

બને... એમ પણ બને.
હું જ તરછોડી દઉં મને...
તું હોય મારી જ કને
અને શોધતો રહું તને....
બને... એમ પણ બને

નફો નુકશાન ને ખાવી પડે ખોટ
જિંદગીની બહુ આકરી છે દોટ
ઝુંટવીને કોળિયો સુખનો દુઃખેથી
હસતાં ચહેરે રડવાનું પણ બને
હું જ તરછોડી દઉં મને
બને... એમ પણ બને...

આશા નિરાશામાં ડગમગતું જીવન
શોધી રહ્યું છે ક્યાંક લીલુંછમ ઉપવન
ભૂલીને જાત તોય સુક્કા તે રણમાં
જાત સાથે લડવાનું પણ બને
હું જ તરછોડી દઉં મને
બને... એમ પણ બને...

તું હોય મારી જ કને
અને શોધતો રહું તને
બને... એમ પણ બને...

નીરવ પટેલ 'શ્યામ'

Gujarati Story by Nirav Patel SHYAM : 111032370
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now