#kavyotsav
દુઃખ હોય લાખ તોય હસતા રહેવું પડે છે
કોઈ પૂછે કેમ છે? તો મઝામાં કહેવું પડે છે
જીવન અને નદી બંને હવે તો સરખી લાગ્યા કરે,
અડચણો હોય ભલે હજાર તોય વહેવું પડે છે
સંબંધો સાચવી સાચવી ને હવે તો થાકી જવાય
પણ કેટલાક અંગતો એ આપેલું દુઃખ સહેવું પડે છે
માણસ માણસ ની વાત છે અહીંયા તો વહાલા
દરેક ને પોત પોતાના દુઃખડે જ રડવું પડે છે
સાંભળતું નથી 'નીરવ' કોઈ અહીં તારી વાત
એટલે જ તો ઈશ્વર આગળ કગરવું પડે છે
નીરવ પટેલ