Gujarati Quote in Shayri by Krushnasinh M Parmar

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#kavyotsav

તો આવ! વરસ વાદળ વરસ !હવે ખુબ લાગી તરસ.

હું અને તું મળ્યા થયું આખું એક વરસ,
તું વરસાવ બુંદો 'ને હું ખુશ્બૂ, થૈ રૂબરૂ અરસપરસ;
તો આવ!વરસ વાદળ વરસ ! હવે ખુબ લાગી તરસ.

હવે શું પ્રમાણ આપું તને મારી ઇન્તેજારીનું ?
તપતી રહી ગ્રીષ્મ આખી, ભૂલીને હું ભૂખ તરસ,
તો આવ!વરસ વાદળ વરસ ! હવે ખુબ લાગી તરસ.

તડપતી એવી તુજ વિણ હું, જાણે ત્રાહિત નાગણ,
જો! નઝદીક આવીને જરા, અંદર બળતો લાવારસ,
તો આવ!વરસ વાદળ વરસ હવે ખુબ લાગી તરસ!

Gujarati Shayri by Krushnasinh M Parmar : 111032367
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now