#kavyotsav
કદાચ ના કહી શકું, તો સમજી જજે મારી વાત
હું તો સદાય ઝંખતો રહીશ, એક તારો જ સાથ
અનુમાનો ના બાંધ્યા કર હવે, આમ સતત દૂર રહી
વાંચવા આ જાત મારી, રોકાઈ જા તું પણ એક રાત
ડૂબતો'તો, હું પણ, મારા એકાંતના અંધકાર મહી
બહાર લાવવા, જાલ્યો હતો તે'જ મારો એ હાથ
વહાવી દે તું પણ હવે, તારો અવિરત પ્રવાહ પ્રેમનો
રોકી રાખી છે મેં પણ દિલમાં, લાગણીની જમાત
મૃગજળ જેવા સપના પાછળ દોડી રહ્યો દુનિયામાં
લાગે છે 'શ્યામ' ખૂદ છેતરી રહ્યો છે એની જાત
- નીરવ પટેલ 'શ્યામ'