#kavyotsav
ગઝલ

ફૂલોને પસીનો વળે છે,
હવામાં સુગંધો ભળે છે.
ઊગે ચાંદ તારા વદન પર,
હથેળીમાં સૂરજ ઢળે છે.
રહે મૃત ઝાકળ કિરણ વિણ ;
એ સંચારથી સળવળે છે.
કરું યાદનો જ્યાં દીવો હું,
અને ઘર આ મારું બળે છે.
અરીસાના રસ્તે રઝળતા ;
પ્રતિબિંબ કોનાં મળે છે?

Gujarati Shayri by dhamal masti : 111032354

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now