#કાવ્યોત્સવ
કાવ્ય પ્રકાર : ગઝલ
નથી તુ કીસ્મતમાં એવું કેમ માનું?
હ્રદયે ધબકી કહ્યું , હાર કેમ માનું?
વળીને પાછું જોવાયું જેમ તારું,
કહી દે તું જ કે ઇન્કાર કેમ માનું?
કરી ને પ્રેમનો ઇઝહાર રાહ જોવું
મલે જો ઈશારે જવાબ કેમ માનું?
કહી દે શબ્દોમાં બધી વાત ચોક્ખી
કરે તું મોઘમ રજુઆત કેમ માનું?
હવે તો લઈ હાથ તારો સાથ માંગું
બધે આપણી ચર્ચા ન કેમ માનું?
નથી જોવાતી રાહ 'દેવાંગ' થી જો,
તને ઉતાવળ ના હોય કેમ માનું?