# Kavyotsav
કવિતા, તું આવ.
આ ચાંદ તારાની દુનિયા છોડી,
જગતના સંબંધોની ભીડભાડ છોડી,
તું આવ, અને મારી
એકલતામાં સમાઈ જા.
પછી તો હું અને તું... તું અને હું...
આપણને કોઈ જુદા નહીઁ કરી શકે.
કવિતા, તું આવ અને
આપણા પ્રેમને અજવાળ.
-- પ્રવીણ શાહ

Gujarati Shayri by Pravin Shah : 111032310

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now