#KAVYOTSAV
#કાવ્યોત્સવ
--------------------------------------------------------
*લાગણી*
::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
દિલના ખૂણે એવી રીતે રાખી કોઈએ ના ગણી
બધી જગ્યા પર પલ પલ હારી ગઈ મારી લાગણી
પહેલા મિત્રતાનો સોદો નિષ્ફળ રહી ગયો
સોદામાં સઘળું હારી ગઈ મારી લાગણી
સપનું હતું સબંધ વિતાવું હું તમારી સાથે
મનમાં ને મનમાં રહી ગઈ મારી લાગણી
તમને ઓળખી ના શક્યો અંદર થી હું પણ
કપટી વેશમાં વેડફાઈ ગઈ મારી લાગણી
આંખો બની હવે આંસુઓનો સમુંદર
ભીની પાપણ એ ભીંજાય ગઈ મારી લાગણી
લાગે છે લાગ જોઈને આવે છે મારી લાગણી
લાગ જોવામાં ક્યાં લાગી ગઈ મારી લાગણી
:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
ધવલ રાવલ
TRUST ON GOD