#kavyotsav
આજ સુધી ક્યારેય મેં એને આમ
શણગારથી સજેલો નહોતો જોયો
આજે મસ્ત મઝાના કપડાં,
એની અંદરથી આવતી સરસ મઝાની સુંગધ
આજે જાણે એને વરરાજની માફક જ
બધા ભેગા મળી તૈયાર કરી રહ્યા હતા.
ગામના ચોતરે પહેલા એ બેસી રહેતો
લધર વધર કપડાં પહેરી અને
એની પાસે બેસતાં થોડી બદબુ પણ આવતી
આજે તો જાણે આખો બગીચો જ એણે ઓઢી લીધો
એની બાજુ માં જ બેસી ટગર ટગર હું એને જોયા કરતો
અને એવા માં જ બહાર થી એક આવાજ આવ્યો
ચાલો હવે કાઢો !!!
પછી સંધ્યાકાળ થઇ જશે... !!!
- નીરવ પટેલ 'શ્યામ'