#kavyotsav
જાવ છું તારી ગઝલ માંથી, જુદો જ લય લઈને આવીશ,
શબ્દોની મહેફિલમાં જોજે, એક નવો પ્રલય લઈને આવીશ.
ટાળી રહી છે તું પણ, મળવાનું મને હવે વારે વારે
વખત આવશે એવો, તું પણ સમય લઈને આવીશ
શું કરવી લપછપ હવે તારે એકની એક વાતમાં
થોભી જા ઘડીક ! ચર્ચાનો નવો વિષય લઈને આવીશ
વિશ્વાસ નથી રહ્યો લાગે તને હવે મારા પ્રેમ પર,
વિચારું છું હું પણ, એક નવો પ્રણય લઈને આવીશ
હારી ગયો 'શ્યામ' પ્રેમતણી બાજીમાં રમતા રમતા
ચાલ હવે, નવી ઘોડી ને નવો દાવ લઈને આવીશ
- નીરવ પટેલ 'શ્યામ'