#kavyotsav
તારી સાથે કોઈ સંબંધ નથી
છતાં
લાગણીનો સંબંધ બંધાયેલો છે....
તારી સાથે કોઈ અહેસાસ નથી
છતાં
એક અતૂટ શ્વાસ જોડાયેલો છે....
મારા નયનના પટલ પર તું નથી
પણ
આ દિલ ની આંખો તને જ જુએ છે...
મારા કણૅ માં તારો કલરવ નથી
પણ
આ ધબકારા તારી જ ધૂન છે....
તું આસપાસ ક્યાંય નથી
છતાં
હંમેશા મારી સાથે છે....
તું શું છો એ ખબર નથી
પણ
મારી જીંદગી જરુર છો....
મારી જીંદગી જ છો....