Gujarati Quote in Shayri by S. V. Navya

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#kavyotsav

'તારી મારી દાંપત્ય નાવડી'

મારા સપના તારી આંખે સાચા પડતા જાય,
કંઈ ન બોલું હું તો પણ તને તરત સમજાય.
તારી મારી આ દામ્પત્ય નાવડી આમ જ સરકતી જાય.

ખુલ્લી સવાર જેમ,હોય રોજ નવી ને તાજી,
એમ જ જીવશું કાયમ ને,જીતશું જીવનની બાજી.
લાભ-શુભ ને ચોઘડિયા પણ અંદરથી શરમાય
તારી મારી આ દામ્પત્ય નાવડી આમ જ સરકતી જાય.

જાણું કે તું પકડી લઇશ જૂઠાણુ મારું, તોય અસત્યનો ઘૂમટો મેઁ તાણ્યો,
સમજીને પણ અણસમજમાં જ રહીશ, એ પ્રસંગ છે કયાં અજાણ્યો?
પકડાઈ જવા છતાં  આબાદ છટકવાની મજા તને કેમ સમજાય,
તારી મારી આ દામ્પત્ય નાવડી આમ જ સરકતી જાય.

તારી મારી જોડી જામતી જાણે લાગે શબ્દાનુપ્રાસ,
કવિઓના માત્રામેળ પણ એની સામે લાગે ના કાંઇ ખાસ.
Made for Each other નો દાખલો આપણાથી જ સમજાય,
તારી મારી આ દામ્પત્ય નાવડી બસ આમ જ સરકતી જાય.

યાદ કરતાં એ મીઠી યાદો,વિતેલી વાતો, હૃદય મારૂં આ ચૂકે ધબકારો,
વીતે વર્ષો બસ આમ જ સાથે જાણે આંખનો પલકારો.
ટૂંકમાં તારી સાથે જીવન ઉત્સવ બની ઉજવાય,
તારી મારી આ દામ્પત્ય નાવડી બસ આમ જ સરકતી જાય.

કરતા મસ્તી-મજાક,ને થાય ક્યારેક મીઠી તકરાર,
એવું સુખ તો મને,સ્વર્ગ માંય ન મળે સરકાર,
લખતા 'નવ્યા નું નવલું નજરાણું', જીવન આમજ વહી જાય,
તારી મારી દામ્પત્ય નાવડી બસ આમજ સરકતી જાય.

                 -વાઘેલા શિલ્પા'નવ્યા'

Gujarati Shayri by S. V. Navya : 111032075
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now