#kavyotsav

'આ તે કેવી લાગણી?!?'  

અસ્તવ્યસ્ત જીવનની જોઈલો, જામી ગજબની હાટડી,
ના સમજાય છે પ્રેમ, આકર્ષણ કે, પછી છે સમયની માંગણી,
        આ તે કેવી લાગણી?!?    

સંબંધે ખૂંચાય બની સર્પદંશ, સારા-નરસાની ટાંકણી,
જીવે ભર્યું આ ઝેર ગજબનું, જાણે નખ-શિખે વિષેલી નાગણી,
        આ તે કેવી લાગણી?!?

મનના માંજે રંગાયેલા વિચારો, જાણે પતંગ લહેરાતી ફાંકળી,
બોર-શેરડીના સાંનિધ્ય સાથે, લલચાવતી તલસાંકળી,
        આ તે કેવી લાગણી?!?

લોચનો કરે લબકરા નીરખી, સૂકીભઠ્ઠ  ધરતીના ભણકારા,
કોરાધાકોર એ નયન ઈચ્છે , અમીવર્ષા સમ પ્રેમ છાંટણી,
        આ તે કેવી લાગણી?!?

ચિત-પરિચિત સ્મિત ફરકાવતા અધરો, ટપકાવે ગોષ્ઠીની ચાસણી,
ધનુષી ફિકા હોઠ કરતા જાણે, ભીના ચુંબનની માંગણી,
        આ તે કેવી લાગણી?!?

રાત્રી ઈચ્છે એક હુંફાળું આલિંગન, જેમ બાળક ને દોરતી એક આંગળી,
વ્હાલ નીતરતા હાથ ફરે માથે, પછી 'નવલા નજરાણે' ના રહે સુરક્ષાની માંગણી,
        આ તે કેવી લાગણી?!?

         -વાઘેલા શિલ્પા'નવ્યા'

Gujarati Shayri by S. V. Navya : 111032066

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now