#Kavyotsav
ગીત
પથ્થગરનાં ઝરણાં
યાકૂબ પરમાર
પાણીના આ પહાડો ઉપર પથ્થરનાં ઝરણાં ફૂટયાં છે,
સુકકાંભઠ આ ફીણ વળ્યાં છે, મોજાંનાં જીવતર ખૂટયાં છે.
લીલાંસુકાં કમળ હવે આ,
પથ્થર ઉપર માથાં ટેકે,
ઉપરથી વરસીને સુરજ,
કમળતંતુની નાભિ શેકે.
હરોળ તોડીને ફૂલોની, ફૂલોનાં અસમત લૂટયાં છે.
પાણીની જે હાલચાલ તે
ઝરણાં ઉપર અટકી ગઈ છે,
ઉછળકૂદ પણ માછલીઓની,
પથ્થર ઉપર બટકી ગઈ છે.
પથ્થર જેવાં પાણી ઉમટે, એમાં આ માથાં મુકયાં છે.