# Kavyotsav
કવિતા, તું આવ.
મોસમનો પહેલો વરસાદ તો ગયો,
બીજો અને આ ત્રીજો પણ હવે જવામાં છે,
શું તોય હવે તું નહીઁ આવે ?
કવિતા, તું આવ.
વર્ષાની ઝીણી ઝરમરે આવ, કે
લહેરાતી વાછટે આવ,
વાદળોનાં ગડગડાટે આવ, કે
મુશળધાર વરસાદે આવ,
કવિતા, તું આવ અને
આપણાં પ્રેમને તરબોળ કર.
-- પ્રવીણ શાહ