#કાવ્યોત્સવ
કાવ્ય પ્રકાર તાન્કા
લાગણી
1
વહી રહી છે ,
ભિતરે ઊભરતી
ન જાણે કેમ?
તારી બાજુ ખેંચાતી
અજબ આ લાગણી!!!!
2
આંખો આંખોમાં
વંચાયા શબ્દો ચાર ,
સાહેદી સ્મિત,
તો ય શરમ ભારે,
કાં છુપાવે લાગણી?
3
સેતુ અજાણો
તારી ને મારી વચ્ચે ,
ધનીષ્ટ થતાં
આ સંબંધો આપણાં,
ઘટૃ થતી લાગણી!!!!