#કાવ્યોસ્તવ
હૃદયનો કોઈ ખૂણો પોકારે
અણસારો એ તારો દેખાડે,
વસંતની રૂડી ૠતુ પોકારે
વરસાદે ખીલેલી પિયુ આવે,
પ્રણયની કોઈ સાહેદી જાણે
પલટાતી વેળાનું તું જે જોવે ,
ધડકનો બેફામી ના દેખાડો
શરમાતી કેવી પિયુની આંખો,
બસ! હવેતો તારી હા ની રાહે
હસ્ત જોડાવા ચાહે તારા હાથે,
ગઝલ થોડી મે'ફિલે ખાલી દાદે
હૃદયે તારાં એ ગુંજે મારા નામે
--- દેવાંગ દવે