કોરી આ ડાયરી ને હાથ મા કલમ છે
શુ લખું સમજાતું નથી
વિચાર એમ જ છે
એજ અહેસાસ અને લાગણી છે
પહેલા જેવું કાંઇ નથી
છતા વહેમ એમ જ છે
દરેક પળ ની ઝલક કોણ જાણે કેમ છે
એ યાદો છે જ નહિ
છતા સુગંધ એમ જ છે
ખરી પડ્યા એ જજ્બાત હૃદય ના કહેવું નથીં
છતા કહેવું છે
આ ધબકાર એમ જ છે
: હાર્દિક ગાંધી
#Kavyotsav