#KAVYOTSAV
ગઝલ...
જરા આવ ને બેસ, દરિયા કિનારે,
તું ભૂલી જશે ક્લેશ, દરિયા કિનારે.
જીવનસાર જો જાણવો હોય તારે,
મળી જાશે ઉપદેશ, દરિયા કિનારે.
તને જો શરમ લાગતી હોય કોઈ,
ધરી લેજે કો વેશ, દરિયા કિનારે.
આ દરિયાનું શું રાઝ છે જાણવાને,
વધી જાશે આવેશ, દરિયા કિનારે.
જરાયે નથી સ્વાર્થ દરિયાની ભીતર,
નહીં લાગશે ઠેસ, દરિયા કિનારે.
-ઉમેશ તામસે 'ધબકાર',
વ્યારા (તાપી)