#KAVYOTSAV
ગઝલ...
ઈશ્વર કરતાં ઊંચું જેનું પદ એ છે મા,
નડતી ના જગની કોઈ સરહદ એ છે મા.
દુખ વેઠી આપે સુખ એના બાળકને જે,
ભીતરમાં રાખે છાંયા અનહદ એ છે મા.
રાખે પુષ્કળ માયા સૌના બાળક પર જે,
મનમાં કોઈ દી ના રાખે મદ એ છે મા.
નવ મહિના પીડા વેઠી રાખે ભીતરમાં,
દઇ જીવન શિશુને થાતી ગદગદ એ છે મા.
જીવનભર શિશુના રક્ષણ કરવાં માટે જે,
દુનિયાની સૌ ઓળંગે છે હદ એ છે મા.
✍️ઉમેશ તામસે 'ધબકાર',
વ્યારા (તાપી)