#KAVYOTSAV
ગઝલ...
યાદ તારી આંખ મારી ભીંજવે છે,
ને ગઝલ લખવા મને તું નોતરે છે.
તું ગઈ જ્યારે મને છોડીને જાનમ,
મારું મન કાયમ મને તો છેતરે છે.
હોઠ સૂકાઈ ગયા તારા વગર જો,
એ તો બસ તારા જ હોઠો ઓળખે છે.
ભાર લાગે છે મને એકેક ક્ષણનો,
ને વરસ રે'વાની તું વાતો કરે છે.
જીવે છે 'ધબકાર' તારા માટે જાનમ,
તું મને ભૂલીને બીજા પર મરે છે.
✍️ઉમેશ તામસે 'ધબકાર',
વ્યારા (તાપી)