Gujarati Quote in Shayri by Bhumika Bhonyare

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#kavyotsav

બલિદાનો તો ઘણા કર્યા એમને
પણ અહેસાન એને ક્યારેય સમજ્યા નથી
કંઈ રીતે વર્ણવું હું પપ્પાનું અસ્તિત્વ
જેના વગર મારુ અસ્તિત્વ શક્ય નથી
કઇ રીતે સાંભળી લેવ આ શબ્દ એમના માટે
પપ્પા તમે કાંઈ જ નથી કર્યું અમારી માટે
પોતે પાતળી વેલ બની,બોજ સંભાળ્યા છે તમારા
પગ માં કાંટા સહન કરી રસ્તા મોકળા બનાવ્યા છે તમારા
પહાડની જેમ અડીખમ બની મુશ્કેલીઓથી બચાવ્યા
ખુદ સીડી બની તમને પ્રગતિની ઉંચાઈએ ચઢાવ્યા
ક્યારેક ઘોડો તો ક્યારેક જોકર બન્યા હશે
તમારી ખુશી માટે કેટલા કષ્ટ ઝેલ્યા હશે
તમે બીમાર પડ્યા ત્યારે આખી રાત જાગ્યા હશે
કલાકે કલાકે ઉભા થઇ પાણીના પોતા મુક્યા હશે
અને જ્યારે ખુદ બીમાર પડયા હશે ત્યારે
હું એક દમ ઠીક છું આવા બહાના બનાવ્યા હશે
કઇ રીતે સાંભળી લેવ આ શબ્દ એમના માટે
પપ્પા તમે કાંઈ જ નથી કર્યું અમારી માટે
ભગવાન દેખાતા નથી પણ એ હંમેશા ભક્તની આસપાસ જ રહે છે
પપ્પાનો પ્રેમ દેખાતો નથી પણ સૌથી વધુ પ્રેમ એના બાળકને જ કરે છે
સ્યાહી પુરી થઈ જશે પપ્પાના કર્મ કેહતા કહેતા
એહસાસ થશે તમને ત્યારે કરેલા એમના કર્મોનો
જ્યારે તમારું બાળક કહેશે તમને
પપ્પા તમે કાંઈ જ નથી કર્યું અમારી માટે

Gujarati Shayri by Bhumika Bhonyare : 111031726
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now