(પ્રણયકાવ્ય) #kavyotsav
ફાવી ગયો દરિયો
----------------------
અભાવો ની આગને ભડકાવી ગયો દરિયો
તારા ગયા પછી આજે ફાવી ગયો દરિયો
ઉફનતાં મોજોં એ વિનાશ નોતર્યો ને
સુનામિ જેમ નયને આવી ગયો દરિયો
હતી રોશની જરાક એ રોળાઈ ગઈ હવે
આંધી બની ઓરડાને હંફાવી ગયો દરિયો
હારી ગયો 'હું' એના સ્મરણની દફનવિધિમાં
કિનારા ધોઈ નીત નામ લખાવી ગયો દરિયો
ડૂબકી પછી 'પ્રીત'માં મારી પછતાવો શાનો.?
સ્મરણ તાજાં મોતી થમાવી ગયો દરિયો..
' પ્રીત' પઠાણ