#KAVYOTSAV
ગઝલ... (જીવવા માંગુ છું)
આંસુ તારા નયનના થવા માંગુ છું,
દિલમાં તારા હવે આવવા માંગુ છું.
કે મને જોઇને આંખ મટકે છે તું?
રાઝ શું છે એ હું જાણવા માંગુ છું.
રાખ વિશ્વાસ મારા ઉપર તું હવે,
હું તને ભીતરે રાખવા માંગુ છું.
આવ ને બેસ મારી કને બે ઘડી,
જિંદગીને હવે માણવા માંગુ છું.
ને છે બે પળની આ જિંદગી હે પ્રિયે,
હું તો એકેક ક્ષણ જીવવા માંગુ છું.
થાય ધબકાર તારા જ લીધે સદા,
જિંદગીભર તને ચાહવા માંગુ છું.
-ઉમેશ તામસે 'ધબકાર',
વ્યારા (તાપી)