Gujarati Quote in Shayri by Umesh Tamse

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#KAVYOTSAV

ગઝલ...

મરણ શૈયા ઉપર હું જીવવાની રાહ જોઉં છું,
ફરીથી જિંદગીને માણવાની રાહ જોઉં છું.

હું તો એને હૃદયમાં રાખવાની રાહ જોઉં છું,
ને એને જિંદગીભર ચાહવાની રાહ જોઉં છું.

હું એને I love you બોલવાની રાહ જોઉં છું,
હૃદયનાં રાઝ સઘળાં ખોલવાની રાહ જોઉં છું.

જીવન મારું થયું બરબાદ ખોટા માર્ગ પર ચાલી,
હવે હું સાચા રસ્તે ચાલવાની રાહ જોઉં છું.

જીવનમાં જે દરદને કારણે જીવી ગયો મિત્રો,
હવે હું એ દરદને ચૂમવાની રાહ જોઉં છું.

હું અંતિમ શ્વાસ મારી જિંદગીમાં લઇ રહ્યો છું ને,
હજી હું ખુદ જ ખુદને જાણવાની રાહ જોઉં છું.

હું કંટાળી ગયો છું આ જગતની મોહમાયાથી,
આ બંધનથી હવે હું છૂટવાની રાહ જોઉં છું.

-ઉમેશ તામસે 'ધબકાર',
વ્યારા (તાપી)

Gujarati Shayri by Umesh Tamse : 111031661
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now