Gujarati Quote in Shayri by Tanvi Tandel

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#kavyotsav
 

      'પ્રણય સરનામુ'

કોઈકે પૂછ્યું ... ક્યાં રહો છો? 
 આ ચાર દીવાલોના ઘરમાં.....
જ્યાં અનુભવું છું તૃપ્તિ તવ સંગાથે.
પ્રણયનું આ ગુલાબી પુષ્પ
ખીલ્યું, મ્હેક્યું, વિસ્તૃત થયું
સઘળી આ દીવાલોને જાણ છે.
     એ સાક્ષી છે પ્રણય રંગતની
    હ્રદયમાં છબી છે તારી ને તું અજાણ?
મંઝિલ શોધતા શોધતા પહોંચી એવા પ્રદેશમાં
બસ તારી ' હા ' મળે....ને ખુશીઓનું સરનામુ મળી જાય.
      ખીલેલું પ્રણય -પુષ્પ પ્રકાશપુંજ બને
        ચાલ...તિમિરને દૂર કર.
      જીવનપંથ માં અર્પણ સઘળુંય કરી
           દુઃખ રૂપી કંટક દૂર કર.
    'હુ ' ને 'તું 'માંથી ચાલ ' આપણે ' થઈએ
તું જીવન નો તરંગ, તું જીવનનો ઉમંગ
    તારામાં શ્વશું તારામાં વિસ્તરું, તને પહેરું
         તુજ નામથી જીવન શણગારું..
      તારા હ્રદયને મારું સરનામું બનાવું.
            - તન્વી કે ટંડેલ.

Gujarati Shayri by Tanvi Tandel : 111031660
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now