#KAVYOTSAV
ગઝલ...
ફૂલ થઇને ખીલવાનું મન કરે છે,
સૌને ફોરમ આપવાનું મન કરે છે.
જોઇને વૃક્ષોનું જીવન જિંદગીમાં,
અન્ય માટે જીવવાનું મન કરે છે.
અન્ય કો ચોરી ન લે દિલ મારું મિત્રો,
દિલમાં બાવળ રાખવાનું મન કરે છે.
શાંતિ મારી છીનવી લીધી છે મિત્રો,
એષણા સૌ દાટવાનું મન કરે છે.
જિંદગીનો ના રહ્યો કોઈ ભરોસો,
રોજ જીવન માણવાનું મન કરે છે.
જિંદગીમાં રોજ જે પડકાર ઝીલે,
માનવીને જાણવાનું મન કરે છે.
✍️ઉમેશ તામસે 'ધબકાર',
વ્યારા (તાપી)