#KAVYOTSAV
ભટકતો હું થયો.... (ગઝલ)
નાદ ભીતરનો સમજતો હું થયો,
લો હવે જગમાં ચમકતો હું થયો.
આંખમાં મારી છવાયા વાદળો,
આજ વર્ષા થઇ વરસતો હું થયો.
કામ ઈશ્વરના કરી જગમાં ઘણાં,
સૌ હૃદયમાં પણ ધબકતો હું થયો.
ફૂલમા કાંટા છે તો પણ એ હસે,
વાત એ જાણી મલકતો હું થયો.
એ હતો મારા જ હૈયામાં સદા,
નાસમજ ખોટો ભટકતો હું થયો.
-ઉમેશ તામસે 'ધબકાર'
વ્યારા (તાપી)