#KAVYOTSAV
ગઝલ..
થઇ છે કેવી મારા પર તારી અસર!
થઇ ગયો જો હું જગતથી બેખબર.
શું થયું છે ઓ સનમ આજે મને?
ચોતરફ તું ને તું આવે છે નજર.
આ નગરમાં તો ઘણાં છે ઘર છતાં,
બસ મને દેખાય છે તારું જ ઘર.
ગીત તું ગાતી નથી મારું હવે,
તેથી સૂકાં થઇ ગયા તારા અધર.
જિંદગી મારી તેં મ્હેકાવી સદા,
જિંદગી જીવાય ના તારા વગર.
-ઉમેશ તામસે 'ધબકાર',
વ્યારા (તાપી)