#KAVYOTSAV
ગઝલ...
એ હૃદયમાં આજ પણ હરખાય છે,
આંખમાંથી આંસુ થઇ છલકાય છે.
શે નયનથી વાત એ કરતી સદા?
ભેદ આજે એ મને સમજાય છે.
દુઃખ આપે રોજ મા ને બાપને,
કેમ ગંગા સ્નાન કરવાં જાય છે?
જિંદગીભર દિલ દુભાવ્યું લોકનું,
આજ ઠોકર વાગતાં પસ્તાય છે.
ને અમુક માનવના કર્મો જોઇને,
ખુદ ખુદા પણ કેટલો શરમાય છે.
જિંદગીમાં ખાસ તો છે કો' હજી,
આમ ગીતો ના કદી સર્જાય છે.
જિંદગી છે એક એવી તો રમત,
જ્યાં કળા માનવની પણ પરખાય છે.
-ઉમેશ તામસે ' ધબકાર ',
વ્યારા (તાપી )