#KAVYOTSAV
ગઝલ...
જીવનમાં દુઃખ આવે ને ખરે છે તું,
જીવનનાં દુ:ખમાં કેવો તરે છે તું!
હૃદયમાં પ્રેમ રાખીને ફરે છે તું,
છતાં ખુદથી હજીયે શું ડરે છે તું!
વસે છે ઈશ તો તારા હૃદયમાં પણ,
અને મંદિરમાં જઇ દીવો કરે છે તું!
ભલે ના હોય તારી પાસ ખુદનું ઘર,
બધાના દિલ સમા આજે ઘરે છે તું.
ને સૌને રાખજે ખુદના જ માનીને,
પછી જો કેટલો તો નીખરે છે તું!
-ઉમેશ તામસે 'ધબકાર',
વ્યારા (તાપી)