# KAVYOTSAV
ગઝલ...
આંખથી ઈશારા ના કર તું હવે,
આવ તારું દિલ મને ધર તું હવે.
સ્થાન આપ્યું મેં તને ઈશ્વરનું લે,
પ્રેમથી કર મારો ઉધ્ધાર તું હવે.
વાત ના કર તું જમાનાની સનમ,
યાદ મારી દિલ મહીં ભર તું હવે.
હોય જો વિશ્વાસ મારા પર તને,
વાત દિલની આજ સૌ કર તું હવે.
રાખજે વિશ્વાસ ખુદ પર તું સનમ,
હોય જગ પાષાણ ના ડર તું હવે.
લાગણી 'ધબકાર' પર તું રાખજે,
એના માટે દિલ સમુ ઘર તું હવે.
✍️ઉમેશ તામસે 'ધબકાર',
વ્યારા (તાપી)