# KAVYOTSAV
ગઝલ...
સ્વપ્નમાં રોજ એ આવતી જાય છે,
દિલને ટાઢક ગજબની થતી જાય છે.
દૂર માબાપથી છો જતી દીકરી,
કિંતુ એ લાગણી રાખતી જાય છે.
હો ભલે રંક, ધનવાન સંસારમાં,
સૌને તક જિંદગી આપતી જાય છે.
પ્રેમનું વૃક્ષ વાવો બધા ભીતરે,
જિંદગી સૌને સમજાવતી જાય છે.
પ્રેમ 'ધબકાર'નો એને સ્પર્શી ગયો,
હર્ષના આંસુ છલકાવતી જાય છે.
-ઉમેશ તામસે 'ધબકાર',
વ્યારા (તાપી)