Gujarati Quote in Shayri by Umesh Tamse

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

# KAVYOTSAV

ગઝલ..

શબ્દ તો મારા હવે ખૂટી ગયા,
સ્વપ્ન પણ મારા બધા ડૂબી ગયા.

જેમણે તોડયું હૃદય મારું સદા,
એજ આવી કેમ છો પૂછી ગયા.

એમને તો ક્યાં હતી મારી કદર,
કેમ આવી આંસુ તે લૂછી ગયા?

લાગણી મારી કદી ના ઓળખી,
પ્રેમ છોડી શૂળને મૂકી ગયા.

રોજ હું તો યાદ કરતો એમને,
શે હવે યાદો બધી ભૂંસી ગયા?

-ઉમેશ તામસે 'ધબકાર',
વ્યારા (તાપી)

Gujarati Shayri by Umesh Tamse : 111031551
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now