Gujarati Quote in Shayri by Nirali Jarasania

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#Kavyotsav

તારી યાદ!

ઉગતો સૂરજ ને બાનો સાદ,
ઉઠવાની આળસ ને તારી યાદ!

હાથમાં બ્રશ ને આંખો બંધ,
ચાની પ્યાલી ને તારી યાદ!

ટિફિનની તૈયારી ને દૂધનો ગ્લાસ,
ચાલવાની ઉતાવળ ને તારી યાદ!

બસની રાહ ને સ્ટેશનનો બાંકળો,
પહેલી સીટ ને તારી યાદ!

હાથમાં ચોપડી ને કાનમાં ભૂંગળા,
ગીત મજાનું ને તારી યાદ!

સરકારી ખુરશી ને હાથમાં પેન,
પહેલો અક્ષર ને તારી યાદ!

ટિફિનના ડબ્બા ને છાશની બોટલ,
ક્રિસ્પી પાપડ ને તારી યાદ!

ઢળતો સૂરજ ને અંધારું ઘોર,
સાહેબની ગાડી ને તારી યાદ!

ઘરનો દરવાજો ને TVનો શોર,
દાદાનો આવકાર ને તારી યાદ!

બેગનો ઘા ને પાણીની છાલક,
નાસ્તાનો ડબ્બો ને તારી યાદ!

રસોઈની લપ ને ઉપવાસનો ડોળ,
વાસણનો ખખડાટ ને તારી યાદ!

રૂનું ગાદલું ને મખમલની શાલ,
મીઠી ઊંઘ ને તારી યાદ!


લિ. નિરાલી જારસાણીયા

Gujarati Shayri by Nirali Jarasania : 111031503
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now