એક સાંજમાં નદી મળી ગઈ
પૂછતા એને સાંજ ઢળી ગઈ
એવું તે શું મુરજાયું અંદર ?
કહેતા તો એ બાથ ભરી ગઈ
ખાલીપા ને લઇ ને ચાલી
ઝરણે ઝરણે એતો ફાલી
નાવ ઘણી એણે પાર ઉતારી
તોય બધા કે નાવ ડુબાડી
રોજ દુઃખો ના ડુમાં લઈ ને
દરિયા કાંઠે સાવ ઢળી ગઈ
કોઈ એના પાપ નીચોવી
મારી આંખે શુદ્ધ બની ગ્યું
કોઈ ખુલ્લી મુઠ્ઠી છોડી
મારી સાથે બુદ્ધ બની ગ્યું
તોય કદીના મે કઈ માગ્યું
એવું પૂછી ભાવ ધરી ગઈ
એક સાંજમાં નદી મળી ગઈ
કહેતા કહેતા ખૂબ રડી ગઈ
- રાકેશ ગઢવી
#KAVYOTSAV