Gujarati Quote in Shayri by Umesh Tamse

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ગઝલ...

જીવનમાં મટી ગઇ વફા આપણી,
ને બદલાઇ ગઇ છે અદા આપણી.

પતી ગઇ છે આજે રજા આપણી,
ફરી લો વધી આપદા આપણી.

ને તોડી નથી લાગણી કોઇની,
શે બગડી ગઈ છે દશા આપણી?

કદી પણ સમયની કદર ના કરી,
શરૂ થઇ ગઈ છે સજા આપણી.

ફિકર આવતીકાલની બહુ કરી,
મરી ગઇ છે આજે મજા આપણી.

ના સમજી શક્યા એમની લાગણી,
જીવનમાં થઈ આ ખતા આપણી.

કરે માનવી પાપ સઘળા અહીં,
નથી ખુશ હવે આ ધરા આપણી.

- ઉમેશ તામસે 'ધબકાર',
વ્યારા (તાપી)

Gujarati Shayri by Umesh Tamse : 111031414
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now