ગઝલ...
મને તું ના કોઈ સફાઇ દે,
તું બસ મારી સાચી કમાઇ દે.
હું બીજું કશું ક્યાં માંગુ છું,
બનું માનવી એવી ઠાવકાઈ દે
ગરીબોની સેવા કરી શકું,
મને બસ તું એ માણસાઇ દે.
ને જો હોય તારો પ્રણય ખરો,
ખુદા તું પ્રણયની ખરાઇ દે.
પી જાઉં અહમરૂપી વિષને હું,
ખુદા તારા જેવી ખુદાઇ દે.
જીવન હું જીવું તારી સાથમાં,
મને લાગણીની રજાઇ દે.
તું 'ધબકાર'ને છોડશે નહીં,
હૃદયથી તું આજે દુહાઇ દે.
✍️ઉમેશ તામસે 'ધબકાર',
વ્યારા (તાપી)