ગઝલ... (શોધાય ના)
માથું પકડીને તો આમ બેસાય ના,
જિંદગી આવી રીતે તો જીવાય ના.
ખૂબ કોમળ છે માનવનું દિલ દોસ્તો,
ભૂલથી પણ કદી દિલને તોડાય ના.
દોસ્ત!ઈશ્વર તો સૌના હૃદયમાં વસે,
માત્ર એને તો મંદિરમાં શોધાય ના.
જિંદગી પ્રેમથી જીવી લેજો અહીં,
કયારે આવી જશે મોત કેવાય ના.
પેટ પર પાટા બાંધી ભણાવ્યો તને,
દોસ્ત! મા બાપને કો દી ભૂલાય ના.
શિસ્ત રીતે જીવન જીવજો દોસ્તો,
કોઇને પણ ગમે તેમ બોલાય ના.
-ઉમેશ તામસે 'ધબકાર',
વ્યારા (તાપી)