Gujarati Quote in Shayri by Umesh Tamse

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ગઝલ...

બધે સૌ લાગણીનાં ફૂલ ખીલે એ ચમન દેજે,
બધે એ લાગણી પ્રસરાવે એવો કો પવન દેજે.

જીવનને જાણી જાઉં, જ્ઞાન એવું તું ગહન દેજે,
ને ભીતર પ્રેમ દીવો ઝળહળે એવું બદન દેજે.

તું મારા દિલમાં હંમેશાં રહેશે એ વચન દેજે,
જીવનભર પ્રેમ તારો તું મને કાયમ સઘન દેજે.

જીવનમાંહે ઘણાં પુસ્તક મેં વાચ્યા જીવવા માટે,
સ્વયંને હું સદા જાણી શકું એવું પઠન દેજે.

ભલે ના દે તું ધનદોલત મને ક્યારેય પણ ઈશ્વર,
સદા કોઈ મને સમજી શકે એવો સ્વજન દેજે,

જીવનની મોહમાયામાં બધું ભૂલી ગયો માનવ,
એ જીવનસાર સમજી જાય એવું કો કવન દેજે.

-ઉમેશ તામસે 'ધબકાર',
વ્યારા (તાપી)

Gujarati Shayri by Umesh Tamse : 111031357
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now