આજે ફરીથી તારી યાદ આવી ગઈ @ગાંડી :)
તને યાદ છે? કેવી રીતેે રોજ અગાસી પર બેઠાં બેઠાં આપણે ચંદ્રની ચાંદની માણતા હતાં નહીં..
ચંદ્રની ચાંદની તો હું હજી રોજ માણું જ છું.. પણ યાર બસ તારી જ કમી નો અહેસાસ થાય છે..
પણ હું દુઃખી નથી થતો @ગાંડી વચન માંગ્યું હતું ને તે મારી પાસે પત્ર માં કે તું હંમેશાં ખુશ રહેજે એમ.. બસ એજ વચન નું પાલન કરવાનો પ્રયત્ન કરતો રહું છું..
અને એમ પણ તારી યાદો મને રડવા પણ નથી દેતી @ગાંડી કેટ કેટલી ધમાલ કરતા યાર ઘણી વાર તો તારા લીધે મારે કેટલું સાંભળવું પડતુ..
અને તે ક્ષણ નું તારુ હાસ્ય જીભડાં કાઢીને ચીઢવવું હજી યાદ છે મને અને ત્યાર પછી મારુ ખોટે ખોટું રિસાઈ જવું અને નિર્દોષ પણે તારુ મને મનાવવું અને એ પણ કાન પકડી ને હાહાહાહાહા હજી યાદ છે મને..