આ સમય પાસેથી હું ઝૂંટુ તને
આવ તો લખલૂટ હું લૂટુ તને
તુ સરોવર મધ્યમાં ઉભી રહે
ને કમળની જેમ હુંચૂંટુ તને
હો તરસ એવી કે રોમરોમથી
તુ પીએ ને તો ય હું ખૂટું તને
એક પળ માટે થઇ જાવૃક્ષ તું
ડાળખીની જેમ હું ફૂટુ તને
નામ તારું નામ તારુ નામ તારુ
એકડા ની જેમ હું ઘૂંટુ તને